Saturday 3 March 2018

Teacher


બાળકોને કેવા શિક્ષક ગમે? ડૉ. રઈશ મનીઆર

[‘બાલમૂર્તિસામાયિકમાંથી સાભાર તેમજ ડૉ. રઈશભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર]

એક શિક્ષક એક વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓને ભણાવે છે, વર્ગમાં વરસભર તાસ લે તો આખા વર્ષમાં ત્રણસો બાળકો એના હાથ નીચેથી પસાર થાય છે. એક શિક્ષક પોતાની પાંત્રીસેક વર્ષની કારકિર્દીમાં લગભગ દસેક હજાર જેટલા વિદ્યાર્થીઓના ભાવિઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. એક સ્વસ્થ અને સુખી સમાજની રચના માટે એક ડૉક્ટર, એક એન્જિનિયર કે એક વકીલ કરતાં એક સારો શિક્ષક વધુ ફાળો આપી શકે. તેથી યુરોપના અમુક દેશોમાં તમામ વ્યવસાયીઓમાં શિક્ષકને સૌથી વધુ વેતન મળે છે. આવું હોય એટલે એની સીધી અસરરૂપે સમાજને વધુ બુદ્ધિમત્તાવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળવા માંડે. બીજું એવું સૂચન કરવાનું મન થાય કે કૉલેજના પ્રોફેસરો કરતાં પ્રાથમિક શિક્ષકોનું વેતન વધુ હોવું જોઈએ, કેમકે તેઓ વધુ મહત્વનું કામ કરે છે. કૉલેજોમાં તો પ્રોફેસરો નહીં, લાઈબ્રેરીઓ સમૃદ્ધ હોય તો વિદ્યાર્થીને વધુ ફાયદો થાય.



જોકે માત્ર ઊંચી ડિગ્રી કે સારા વેતનથી સારા શિક્ષકો નથી મળતા. માત્ર અંતર્દર્શનથી પણ સારા શિક્ષક બની શકાય છે. શિક્ષક માટે આપણે ગુરુશબ્દનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ગુરુમાં ગુરુતાગ્રંથિ હોય ઈચ્છનીય છે. ગુરુમાં ગુરુતાગ્રંથિ હશે તો દરેક બાળક પાસેથી એણે જે શીખવાનું છે ચૂકી જવાશે. ભોળપણ અને વિસ્મયના દરિયા જેવા બાળકને આપણે કંઈક આપવાનું છે એવો ભાર મગજ પરથી કાઢી નાખી આપણે બાળક પાસેથી કંઈક મેળવવાનું છે એટલી હળવાશ મનમાં હોય તો સારું. શિક્ષક તરીકે આપણે નબળા વિદ્યાર્થીને હોશિયાર બનાવી શકતા નથી. એવું જો હોય તો મંદબુદ્ધિ બાળક પણ આપણો સ્પર્શ પામી ચબરાક થઈ જવાં જોઈએ. પરંતુ એવું નથી થતું. આપણે શિક્ષક તરીકે માત્ર બાળકની આંતરિક શક્તિને, બુદ્ધિમતાને માંજવાનું, બહાર લાવવાનું કામ કરીએ છીએ.

આજના બાળક પાસે સમય સારી રીતે પસાર કરવાનાં, મનોરંજનનાં ઘણાં સાધનો છે. ટીવી સિરિયલો, કાર્ટૂન, વિડિયો ગેમ્સ, એમ્યુઝમેન્ટ પાર્કસ, રમતગમત બધું બાળકને આકર્ષે છે. એની સરખામણીમાં બાળકને શિક્ષણ પ્રમાણમાં નીરસ લાગે છે. તેથી સારા શિક્ષકની તમામ મહેનત અભ્યાસસામગ્રીને વધુ રસપ્રદ બનાવવાની દિશામાં ખર્ચાવી જોઈએ. દરેક બાળક શીખવા માંગે છે. આપણે શિક્ષક તરીકે એને શીખવા માટેનું સારું વાતાવરણ ઊભું કરી આપવાનું છે. એવું વાતાવરણ જેમાં બાળક કેન્દ્રસ્થાને હોય, એનાં જિજ્ઞાસા અને કુતૂહલ દબાઈ જાય, એને પ્રશ્નો પૂછવાનું ઉત્તેજન મળે, એના પર લખવાનું, ભણવાનું, લેસન કરવાનું, યાદ કરવાનું, ગોખવાનું કોઈ દબાણ હોય, એને મજા આવતી હોય એટલે ભણે અને એને રસ પડતો હોય તેથી એને આપોઆપ યાદ રહી જાય. ઘણાખરા શિક્ષકો આવું વાતાવરણ ઊભું કરી શકતા નથી. કોઈ પણ વિદ્યાર્થીને જો પૂછીએ કે પિરિયડ શરૂ થતાં પહેલાં તારી મનોસ્થિતિ કેવી હોય છે તો કંઈ આવો જવાબ મળશે. મનમાં ભય રહે છે કે હમણાં શિક્ષક આવશે, લેસન ચેક કરશે, અંગૂઠા પકડાવશે, દસ વાર લખવા આપશે, મોઢે કરાવશે, ધમકાવશે, ચૂપ બેસવા કહેશે, મારશે, વાંક કાઢશે, અપમાન કરશે….. વગેરે.

ભય પામવોઅને શીખવું બે ક્રિયાઓ એક સાથે થઈ શકતી નથી. શિક્ષક દ્વારા બાળકના સ્વમાન પર જાણ્યેઅજાણ્યે આઘાત થાય તો બાળક પ્રસન્નતા અને ઉત્સાહ ગુમાવી બેસે છે, એકાગ્રચિત્તે ભણી શકતું નથી. બાળકને સારી રીતે ભણાવવા માટેનું વાતાવરણ પૂરું પાડવામાં શિક્ષકનું પોતાનું વ્યક્તિત્વ મોટો ભાગ ભજવે છે. સારા શિક્ષક થવા માટે અંત:સ્ફુરણાનો ગુણ સૌથી મહત્વનો છે. કોઈ પણ વિષય કે કોઈ મુદ્દો બાળકોને મજા આવે તે પ્રકારે સારી રીતે ભણાવવ માટેની મૌલિક પદ્ધતિ સારા શિક્ષકને આપોઆપ સૂઝતી હોય છે.



બીજો ગુણ નિષ્ઠાનો છે. સારા શિક્ષકમાં ભારોભાર નિષ્ઠા હોવી જોઈએ. પોતે શાળામાં માત્ર 7.30 થી 12.30 કે 12 થી 5નો સમય પસાર કરવા નહીં, પરંતુ બાળકોના જીવનઘડતરના અમૂલ્ય દિવસોમાં પ્રાણ રેડવા જાય છે, એવી એને ખબર હોય છે. મકાન બનાવનાર એન્જિનિયર મકાનનો પાયો બનાવવામાં સૌથી વધુ સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચે છે. શિક્ષક તરીકે આપણે શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ શક્તિ બાળકો માટે ફાળવીએ તે આપણી નિષ્ઠા. આપણી બેદરકારી, આળસ, કંટાળો, અકળામણ કે ગુસ્સાના કારણે બાળકના જીવનના અમૂલ્ય દિવસો વેડફાઈ જાય તેની તકેદારી રાખવી તે નિષ્ઠા. ત્રીજો ગુણ છે સંવાદિતા, કોમ્યુનિકેશન ! શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે એવો એકતરફી વ્યવહાર બંને પક્ષે કંટાળો જન્માવે છે. વિષય રસપ્રદ બને તે માટે શિક્ષકે અને બાળકે એક સપાટી પર, એક સ્તર પર આવવું પડે છે. બાળકની વિષય વિશેની જાણકારી કેટલી છે ત્યાંથી શરૂ કરીને શિક્ષકે બાળકની ભાષા, બાળકની ગ્રહણશક્તિ અને બાળકના કુતૂહલનો ઉપયોગ કરી બાળકને વિષયના ઊંડાણ સુધી લઈ જવાનું હોય છે. આમ કરવા માટે શિક્ષકે બોલતા રહેવું પડે છે અને બાળકને પણ બોલતું રાખવું પડે છે. જ્યાં સંવાદ છે ત્યાં સ્વાદ છે. સંવાદ વગરનું શિક્ષણ નીરસ બને છે.

તો સારા શિક્ષકના ત્રણે ગુણ અંત:સ્ફુરણા, નિષ્ઠા અને સંવાદિતાત્રણે ઉત્સાહમાંથી જન્મે છે અને ઉત્સાહનું મૂળ આંતરિક પ્રસન્નતામાં હોય છે. જ્યાં આંતરિક પ્રસન્નતા હોય ત્યાં ઉત્સાહ હોય. ઉત્સાહ હોય ત્યાં અંત:સ્ફુરણા, નિષ્ઠા કે સંવાદિતા હોય. શિક્ષકો પણ આખરે સંઘર્ષપૂર્ણ જીવન જીવતા માનવીઓ છે. ભૂતકાળના કટુ અનુભવો, વર્તમાનના સંઘર્ષો, ભાવિની ચિંતાઓથી ઘેરાઈને તેઓ પણ અજંપા અને અકળામણથી પીડાતા હોય છે. સાસુ, પતિ અને સંતાનોની ત્રેવડી જવાબદારી ઉપાડીને શાળામાં ભણાવવા આવેલી શિક્ષિકા વર્ગખંડમાં ઊંઘી જાય, બરાડા પાડે, વિદ્યાર્થીઓને સજા કરે કે વિદ્યાર્થીનીઓ પાસે તુવેરસિંગ અને પાપડી છોલાવે તો એમાં નવાઈ પામવા જેવું નથી. શિક્ષકોએ પોતાની વ્યગ્રતા અને ઉગ્રતાને નીરખવાની અને પારખવાની ટેવ પાડવી જોઈએ. માત્ર પગાર, પેન્શન કે ગ્રૅચ્યુઈટી મેળવવા માટે આપણે શિક્ષક બન્યા નથી. એક બાળકની આંખમાં મનગમતા શિક્ષક માટે જે આદર હોય છે એની કિંમત કોઈ પણ વેતન, પી.પી. એફ કે ગ્રેચ્યુઈટી કરતાં વધારે હોય છે. જો શિક્ષક પ્રસન્ન હશે તો વિદ્યાર્થી પણ પ્રસન્નતા પામશે. એક વાક્યમાં શિક્ષણની કળા, શિક્ષણનું વિજ્ઞાન અને શિક્ષણનું ગણિત છુપાયું છે.

0 comments:

Post a Comment