Saturday, 3 March 2018

Management


એક બેંક લુંટતી વખતે ડાકુઓના સરદારે બેંકમાં રહેલા લોકોને ચેતવણી આપતા કહ્યું, “આ પૈસો તો દેશનો છે અને લાઈફ આપણી પોતાની એટલે બધા ફટોફટ જમીન પર સુઈ જાવચાલો, ફટોફટ...! 

આને કેવાય 'Mind Changing Concept'

ડાકુઓમાંથી એકે MBA (Finance) કરેલું હતું, એણે સરદારને ત્યાં જ કહ્યું કે, “સરદાર પૈસા ગણી લઈએસરદારે કહ્યું, “મુર્ખ, એ તો ટી.વી.માં સમાચારમાં જોઈ લેવાનું. 

આને કેવાય, 'Experience'

ડાકુઓ ૨૦ લાખ લઈને રફ્ફું ચક્કર.  આસીસ્ટન્ટ મેનેજરે કહ્યું, “ FIR ફાઈલ કરીએ?” મેનેજરે કહ્યું, હા, કરી દે પણ  સંભાળ. ૧૦ લાખ કાઢી લે અને ૫૦ લાખની ગયા વર્ષની ખોટના પણ ઉમેરી દે જે FIR માં ! ભગવાન કરે અને દર વર્ષે આવી લુંટ થાય ! 

આને કેવાય 'Opportunity' 

ટી.વી. પર સમાચાર આવ્યા, “ફલાણી, બેંકમાંથી ૮૦ લાખની લુંટ”. બાપળા ડાકુઓએ ૫ વાર પૈસા ગણ્યા પણ ૨૦ લાખ જ થયા, એ લોકો વિચારે, “આટલું જાનનું જોખમ લીધું અને મળ્યા બસ ૨૦ લાખ ! જયારે પેલા ચાપ્લા મેનેજરે ૬૦ લાખ આમ જ બનાવી લીધા ! 

આને કેવાય  MANAGEMENT!

0 comments:

Post a Comment