Monday, 17 July 2017

Time

જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય છે.


એ વાતનું ધ્યાન રાખો કે "સમય અને સ્થિતિ" ક્યારેય પણ બદલી શકે છે.
એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું.
ક્યારેય કોઈને નીચા ન ગણવા.
તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.
એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છેપણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.
કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોયપણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.
કંઠ આપ્યો કોયલને તોરૂપ લઇ લીધું.
રૂપ આપ્યું મોરને તોઈચ્છા લઇ લીધી.
આપી ઈચ્છા ઇન્સાનને તોસંતોષ લઇ લીધો.
આપ્યો સંતોષ સંતને તોસંસાર લઇ લીધો.
આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તોતેની પાસે પણ મોક્ષ લઇ લીધો.
ન કરશો ક્યારેય અભિમાનપોતાની જાત પર 'એ ઇન્સાન'

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે –
મારું નામ ઊંચું થાય.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુમાણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ સૌથી પહેલા બદલી નાખે છે-
નામ - (સ્વર્ગીય)
કપડા - (કફન)
મકાન - (સ્મશાન)
જીવનનું કડવું સત્યજેને આપણે સમજવા જ નથી માંગતા...
આ સરસ પંક્તિ જે પણ મહાન પુરુષે લખી છે
તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છેજયારે
માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....
સુંદર લાઈન
એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છેઅને તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....

લાઈફમાં આપણને બધી જગ્યાએ-
"સક્સેસ (જીત)" જોઈએ છે. ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છેજ્યાં આપણે કહીએ છીએ કે,"હાર" આપજો...

0 comments:

Post a Comment