Today's Education System
એક શિક્ષક તરીકે આ વાત લખી રહ્યો છું.
વર્તમાન શિક્ષણ પદ્ધતિ જોતા વિદ્યાર્થીઓ માત્ર
સિલેબસ યાદ રાખવા “ગોખણપટ્ટી” કરી રહયા છે. શિક્ષણ
નું ખાનગીકરણ થઇ ગયું હોવાથી ઘણી બધી ગુણવતા વગર ની શાળાઓ અને કોલેજો ફૂટી
નીકળી છે તથા વાલીઓ પાસે થી બેફામ ફી વસૂલવામાં આવે છે.
આવી પરીસ્થિતિમાં જયારે વિદ્યાર્થી અભ્યાસ પૂરો
કરે છે ત્યારે દિશાવિહીન હોય છે કે બેરોજગાર હોય છે. આ બધુ જોતા
વિદ્યાર્થીઓ નું હિત વિચારવામાં આવે તો ભવિષ્યનો વિચાર કરી, કેવી નોકરીઓ ઉભી
થશે? કેવા કર્મચારીઓની
જરૂર પડશે? તેનો શિક્ષણવિદો એ
વિચાર કરવો જોઈએ અને તે પ્રમાણે અભ્યાસક્રમ નું આયોજન કરવું જોઈએ. જેથી કરી આપણી
એજ્યુકેશન સિસ્ટમ માં સારું પરિવર્તન આવી શકે અને વિદ્યાર્થી નું હીત પણ જળવાય.
0 comments:
Post a Comment