Wednesday, 12 July 2017

Banking Cyber Security Seminar in Rajkot and Jamngar

રાજકોટ અને જામનગરમાં સાયબર ક્રાઈમ અટકાવવા સેમિનાર યોજાયો
February 7, 2017 | 10:56 pm IST

રાજકોટ, જામનગર  રાજ્ય સરકારના સાયબર સુરક્ષા કવચ કાર્યક્રમ હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હાલના સંજોગોમાં સરકાર દ્વારા કેશલેસ વ્યવહારનો વ્યાપ વધારવા અભિગમ હાથ ધર્યો છે. આવા સંજોગોમાં અશિક્ષિત પ્રજાજનોને આવા ગુન્હા કરતા ચિટર જુદા જુદા પ્રલોભનો આપી અને પ્રજાજનોને ભોળવી છેંતરપિંડીના ભોગ ન બને અને સાયબર ક્રાઈમના ગુન્હાઓ બનતા અટકાવવા માટે આજે રાજકોટ રેન્જ આઈ આઈજીની અધ્યક્ષતામાં જામનગરના ટાઉન હોલ ખાતે અને રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સાયબર સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે સાયબર સુરક્ષા દિવસ અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનરના કોન્ફરન્સ હોલમાં એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સાયબર સેલના પી.આઈ. એન.એન. ઝાલાએ જણાવ્યુ હતુ કે આજના સેમિનારમા વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ આમ નાગરિકો મળી ૮૬ વ્યક્તિએ ભાગ લીધો હતો. જેમાં સાયબર ક્રાઈમ અંગે શુ અવેરનેશ રાખવી જોઈએ તે બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. મહિલાઓએ ફેસબુક વાપરવામાં શું શું કાળજી રાખવી જોઈએ તેમજ મોબાઈલમાં ક્યો ડેટા કઈ રીતે સેવ કરી ઉપયોગ કરવો જોઈએ તેમજ બેંક એકાઉન્ટ, એટીએમ તેમજ ઓનલાઈન ખરીદીમાં કઈ કઈ બાબતનું કઈ રીતે ધ્યાન રાખવું તેની સમજણ આપવામાં આવી હતી. રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગ સાયબર ક્રાઈમ સુરક્ષા કવચ સેમિનારમાં આજે જામનગર ટાઉન હોલ ખાતે યોજાયો હતો. જેમાં રાજકોટ રેન્જ આઈજી ડી.એન.પટેલએ સાયબર સેફટી અંગે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની નવી અસામાજીક બદીને નાથવા જડમૂળથી ઈલાજની જરૃર છે. આવા ગુન્હાઓ બનતા અટકે તે માટે પ્રથમ લોકોની જાગૃતતા આવશ્યક છે. જો પ્રજા જાગૃત થશે તો સાયબર ક્રાઈમ બનશે જ નહીં. ખાસ કરીને યુવા પેઢીમાં ઓનલાઈનના આકર્ષણ અને સમયની માંગને કારણે ઓનલાઈન આર્થિક વ્યવહારો તેમજ સામાજીક સંબંધો પણ વ્યાપક બન્યા છે. આ પરિસ્થિતિનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તે માટે સુરક્ષિતતા જરૃરી છે. સરકારે પણ આગામી સમયની માંગને પહોંચી વળવા માટે કેશલેસ પોલિસી અપનાવી છે. તમામ લોકોએ પોલિસી અપનાવી ઓનલાઈન વ્યવહાર કરવા માટે જાગૃત બને તે જરૃરી છે.

0 comments:

Post a Comment