Wednesday, 30 May 2018

Exemption of Addiction

વ્યસન મુક્ત સમાજ



ફક્ત ભારતમાંજ એક દિવસમાં રૂપિયા ૧૧ કરોડની સિગારેટ પીવાય જાય છે! વિશ્વમાં ફક્ત તમાકુ અને તેની બનાવટો ના પ્રચાર માટે ૮૦૦ કરોડ ડોલર ખર્ચાઈ જાય છે. ભારતમાં દર વર્ષે ૮૫ અબજ સિગારેટ બને છે. (આમાં ગામડાઓમાં બનતી બીડિયોનો સમાવેશ કરેલ નથી.) એક સિગારેટ ની કિંમત સામાન્ય રૂપિયા ૧૦ માની લઈએ તો તેનો હિસાબ ૮૫૦ અબજ રૂપિયા થાય, આમ તો ભારતમાં મોંઘી સિગારેટો પણ બને છે પણ તો એક એવરેજ હિસાબ છે.

૧૭ નવેમ્બર ૧૯૮૬ના રોજ ઔદ્યોગકિ વિકાસ રાજ્ય પ્રધાને અરુણા ચલમ લોક સભામાં જણાવ્યું હતું કે .. ૧૯૮૪ માં ૮૪ અબજ ૯૯ કરોડ ૧૭ લાખ સિગારેટ બની હતી સંખ્યા પછીના વર્ષે ઘટીને ૮૦ અબજ ૬૮ કરોડ ૧૦ લાખ થઈ ગઈ.



તમાકુના સેવનથી પેટમાં મૂત્રપિંડ પાસે આવેલી એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરીને નિકોટીન વધારાનો ચેતા સ્ત્રાવ પેદા કરે છે. પરિણામે હૃદય સુધી લોહી લઈ જતી ધમનીઓ ‌(નળીઓ) ૫૦% સંકોચાઈ જાય છે. પરિણામે હાઈ બ્લડપ્રેશર હૃદય ના ધબકારા ની અનિયમિતતા ટાઓ (TAO) તથા એથેરોસ્કેલેરોસિસ થાય છે. જેમાં ધમનીઓ ની સ્થતિસ્થાપકતા ઘટી જાય છે, અને તેની દીવાલમાં ચરબી જમા થાય છે અને તેના કારણે ધમનીઓની અંદરની સપાટી ખરબચડી થઈ જાય છે. પરિણામે લોહીના કણો (પ્લેટલેટ્સ) ચોટી જાય છે, અને લોહીના વહનમાં અડચણ ઊભી કરે છે. જે હાર્ટ અટેક અને લકવાનું કારણ બને  છે.

પાન મસાલા શરીરના અવયવોને હાનિકર્તા (જેનોટોક્સિક) હોવાની વાતને અમદાવાદ કેન્સર રોગના સંશોધકોએ સમર્થન આપ્યું છે, અને તેનો આડેધડ ઉપયોગ કરવા પર ચેતવણી પણ આપી છે. કારણકે માતાપિતા તરફથી બાળકોમાં ઉતરી આવતા અનુવાંશિક તત્વોવાળા કોષોમાં ના રંગસુત્રો ક્રોમોઝોમ ને નુકશાન કરે તેવા તત્વોને જેનો ટોક્સિક કહેવામાં આવે છે. ગુજરાત કેન્સર સંશોધન સંસ્થાના ડો. એસ.જી અર્ધવ્યુ  અને તેમના સહકાર્યકરોને પાન મસાલાના સેવન ખેલને જેનો ટોક્સિક હોવાનું ગણાવ્યું છે. અર્થાત તેનું સેવન કરનારના સંતાનો ઉપર પણ તેની અસર થાય છે. પોતાના અભ્યાસ માટે સંશોધકોએ પાન-મસાલાની સૌથી લોકપ્રિય બ્રાન્ડ ની પસંદગી કરી હતી, વૈજ્ઞાનિકોના અહેવાલો ઇન્ડિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચ મા પ્રગટ થયા હતા.

શું આપ જાણો છો?

વિશ્વમાં દર પાંચમો માણસ ધૂમ્રપાનને લીધે કમોતે મરે છે. ધુમ્રપાન થી થતા રોગોને લીધે આવતા વર્ષે ૨૫ કરોડ લોકો રિબાઈને મૃત્યુ પામશે. તેમના અડધા કરતાં વધુ લોકોની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ હશે જે ઓક્સફોર્ડ યુનિ. - યુ.કે.નું તારણ છે.



એક એક સિગારેટ કે બીડી આપનું આશરે મિનિટનું આયુષ્ય ઘટાડે છેધુમ્રપાનથી ફક્ત ભારતમાં દર કલાકે ૮૨, દરરોજ ૨૦૦૦ તેમજ દર વર્ષે ,૩૦,૦૦૦  વ્યક્તિ મૃત્યુ પામે છે.

ધુમ્રપાનથી થતાં મૃત્યુની સંખ્યા: વિશ્વમાં થતાં ખૂન કરતા ૫૪ ગણી વધુ છે, વિશ્વમાં થતા આપઘાત કરતાં ૩૦ ગણી વધુ છે, મોટર અકસ્માતથી થતાં મૃત્યુ કરતાં ૧૨ ગણી વધુ છે અને ડાયાબિટિસથી થતા મૃત્યુ કરતા ૧૨ ગણી વધુ છે. ગુટખા ખાવાથી મોઢુ બંધ થઈ જાય છે અને ભોજનમાં સ્વાદ આવતો નથી, તમાકુ ખાવાથી ૧૩ થી ૧૪ વર્ષના બાળકોને પણ કેન્સર થઈ શકે છે.

અમારો ધ્યેય આપણા સંપૂર્ણ સમાજને વ્યસન મુક્ત કરાવવાનો છે, તેના માટે અમારી સંસ્થા ને દરેક કાર્યાલયથી વ્યસન મુક્ત થવાની દવા તેમજ સર્વ રોગોની દવા છે વાગે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પેરાલીસીસ, ટી.બી., થાઇરોઇડ,પેટનો દુ:ખાવો કે તેને લગતા રોગો દમ, હરસ, બવાસીર, સોજો,ચરબી તેમજ સ્ત્રી રોગ ની આયુર્વેદિક દવા ૧૦૦% ગેરંટીવાળી મળશે.


0 comments:

Post a Comment