Wednesday, 14 June 2017

Smart Phone and Life


શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ. હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :હીરલ શું થયું? કેમ રડે છે?” હીરલ:ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
 એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે. એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે. તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
 કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
 તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
 ..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :


આપણો પુત્ર કર્તવ્ય... !

Related Posts:

  • Educate Poor Children - Make a Difference! DONATE અમારી સંસ્થામાં આર્થિક રીતે ગરીબ તેમજ નબળા બાળકોને મફતમાં અંગ્રેજી ભાષા શીખવાડવામાં આવે છે. જે બાળકોના માં-બાપ રીક્ષાચાલક છે, મજુર છે, અન… Read More
  • Meditation - Power Yoga in Rajkot જીવન જીવવાની કલા અને બેઠાળુ જીવનમાં જગૃતિ Aerobics Dance Class  Meditation - Power Yoga … Read More
  • Free English Course by Government સરકાર માન્ય અંગ્રેજી ભાષાનો ફ્રી કોર્ષ સરકાર માન્ય અંગ્રેજી ભાષાનો ફ્રી કોર્ષ (૧ બેચમાં ૩૪ ઉમેદવારનો સમાવેશ થશે). સરકારશ્રી ની યોજના મુજબ જ્ઞાન એજ… Read More
  • શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર – સાળંગપુર સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર – સાળંગપુરજીવમાત્રનાં દુખ ટાળવા અવર્યા શ્રી કષ્ટભંજનદેવ પરમકૃપા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્ર… Read More
  • Rajkot City: You must Visit These Places વેકેશન માણો રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળોએ...આ જગ્યાઓએ કલાકમાં પહોંચી શકાય ! બૌદ્ધ ગુફાથી માંડી, વૈભવી મહેલ, પૌરાણિક મંદિરો, આબુની યાદ અપાવ… Read More

0 comments:

Post a Comment