Friday 26 May 2017

Sound Learing

સાઉંડ લર્નિંગ કઈ રીતે કામ  કરે છે.
કોઈ વસ્તુ શીખવાનો તમારો કાળજીપૂર્વકનો પ્રયત્ન એ વારંવારના અનુભવ અને અભ્યાસની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મારફતે  નવી માહિતી સુષુપ્ત સ્તરે આપણામગજમાં ઊંડે સુધી સ્ટોર થાય છે.  આ રીતે આપણે સાઇકલ ચલાવવા માટે, ગણિત શીખવા માટે, અથવા તો આપણામાં આત્મવિશ્વાસ વિકસાવવા અને આપણી માન્યતાઓ ને સ્થાપિત કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ.

અર્ધ જાગૃત મનનો અભ્યાસ આ સભાન અનુભવ અને અભ્યાસના તબક્કાઓને બાજુ પર રાખી દે છે, અને તમારા અચેતન મનને સીધેસીધી માહિતી મોકલી દે છે.

જો સુષુપ્ત મનના સંદેશા વારંવાર મોકલવામાં આવે તો તેનું પરિણામ પણ એવું જ આવશે. એટલે કે તમારી માન્યતામાં તે કન્વર્ટ થશે. તફાવત એટલો જ છે કે આ પ્રક્રિયા સ્વયં અને કુદરતી રીતે થશે.

આપણે બધા મોટા ભાગની માહિતી દરરોજ વાંચતા કે સાંભળતા હોઈએ છીએ. પરંતુ તે સ્વીકારી લેવાની આપણા ચેતન (જાગૃત) મનની  શક્તિ હંમેશા ઓછી પડે છે. પરિણામે  આપણા મગજમાં ધીમે ધીમે પરિવર્તન થવા લાગે છે, અથવા જો આ સંદેશાઓ વારંવાર સાંભળવામાં આવે તો મગજમાં થયેલા ફેરફાર કાયમી બની જાય છે.

અચેતન મનના સંદેશા આલ્બમ કે સી.ડી. દ્વારા સાંભળીને આપણે એક પ્રતિક્રિયા કરીએ છીએ. અને અર્ધજાગૃત મનનું નિયંત્રણ આપણા હાથમાં લઈએ છીએ.વધુ માત્રામાં અને સતતપણે તે સાંભળવાથી આપણે આપણા પસંદગીના ક્ષેત્રમાં હકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ.

આંતરિક ફેરફારથી માંડીને ભૌતિક શરીરના સુધારા સુધીના દરેક ક્ષેત્રમાં આ સંદેશાની સી. ડી. સાંભળીને સુધારણા લાવી શકાય છે.  ઉદાહરણ તરીકે તમે તમારી પ્રેરણા અથવા સ્વાભિમાનમાં વધારો કરી શકો છો, બિમારી અને ભયને દૂર કરી શકો છો. અચેતન સંદેશાની મદદ વડે અસંખ્ય શક્યતાઓ સાકાર કરી શકાય છે.

હવે આપણે આ સંદેશાના સિદ્ધાંતો અને ટેકનિકલ ક્રિયાઓ કેવી રીતે કામ કરે છે તે ઊંડાણથી જોઈશું. અચેતન સંદેશ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આપણે માઈન્ડ પ્રોગ્રામિંગનું એક સર્વ સામાન્ય સ્વરૂપ - હિપનોસીસ (કૃત્રિમ ઊંઘ અથવા સંમોહન)  વિષે થોડી વાત કરીશું.  

હિપનોસીસની પ્રક્રિયા :  આપણા વર્તનના બદલાતા વલણ, અંગત માન્યતાઓ, ખરાબ આદતો વગેરેના ઈલાજ માટે હિપનોસીસ (સંમોહન) ઘણું ઉપયોગી છે.  કારણ કે તે આપણા સચેતન  મનને અને તર્કોને  એક બાજુ પર ખસેડી દે છે.

આપણી પાંચ કે છ વર્ષની ઉંમરથી  સચેત મનનો વિકાસ શરૂ થાય છે. નાના બાળકને જે કાંઈ શીખવવામાં આવે, તેને સત્ય માનીને તે સ્વીકારી લે છે. જ્યારે આપણી ઉંમર ઓછી હોય ત્યારે કોઈ પણ સૂચનને આપણે તુરંત ગ્રહણ કરી લેતા હોઈએ છીએ. બાલ્ય અવસ્થામાં કોઈ માન્યતાને સ્વીકારી લેવા માટે આપણને હિપનોસીસ કે અચેતન સંદેશાઓની જરૂર પડતી નથી.

પુખ્ત અવસ્થામાં આપણું તાર્કિક મન આપણને આપવામાં આવતી દરેક માહિતી સ્વીકારતું નથી, તેથી તેને ટાળીને આપણી માન્યતાઓમાં ધરખમ ફેરફાર કરવા માટે, વિચારોની દિશા બદલવા માટે અને વર્તણૂકમાં સુધારો કરવા માટેની આવશ્યકતા ફરજીયાત બની જાય છે.  જો ફક્ત સભાન કે ચેતન મન નવું શીખવાનો કે ક્રિયાઓને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે તો આ ફેરફાર જલદી કરવો એક મુશ્કેલ કામ છે. તેથી અર્ધજાગૃત મનનો સહકાર લઈને આપણે અગાઉ જે નહોતા ઉકેલી શક્યા તેવા અઘરા પ્રશ્નોને પણ સહેલાઇથી હલ કરી શકીએ છીએ.

હિપનોસીસ (કૃત્રિમ નિદ્રા) આપણને બેહોશીની અવસ્થામાં મોકલીને આપણા અચેતન મનનો કબજો લઇ લે છે. જો કે આ મુદ્દા ઉપર  જ  હિપનોસીસ અને અચેતન સંદેશા વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. અર્ધજાગૃત મનને મોકલેલા સંદેશા આપણને બેહોશ બનાવતા નથી, પરંતુ આપણા તાર્કિક મનથી ઉપરવટ જઈને  અર્ધજાગૃત મન સુધી પહોંચી જાય છે.

આપણને તેનાથી ન તો ઊંઘ આવે છે, કે ન તો બેહોશ રહેવા માટે એકાદ કલાક અલગ કાઢવાની જરૂર પડે છે. આપણે જ્યારે કામ કે અભ્યાસ કરતા હોઈએ, રોજીન્દા  કામમાં  રોકાયેલા હોઈએ કે પછી કસરત કરતા હોઈએ, તે સમયે પણ સીડી અથવા  MP3 ની મદદથી આવા સંદેશા સાંભળી શકીએ છીએ.

હવે આપણે આ અચેતન મનના સંદેશાઓ વિષે વિગતવાર વાત કરીએ અને તેને કેવી રીતે રેકોર્ડ કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ.

NLP નો સિદ્ધાંત: (ન્યુરો લિન્ગવીસ્ટીક પ્રોગ્રામીંગ) Neuron Linguistic Programing 

NLP નો સિદ્ધાંત ઈ.સ. ૧૯૭૦ માં જ્હોન ગ્રાઇન્ડર અને રીચાર્ડ બેન્ડલર દ્વારા શોધાયો હતો. બેન્ડલર એક હોટલની લોબીમાં બેસીને, જે લોકોને લિફ્ટ વાપરવામાં ડર લાગે તેમને NLP ની મદદથી  માનસિક સારવાર આપતો હતો. આ પ્રકારની સારવાર માટે તેમને ફક્ત ૩૦ થી ૪૫ મિનિટ જેટલો જ સમય લાગતો હતો.

મનોવૈજ્ઞાનિક ચિકિત્સા જગત માટે  આ એક આશ્ચર્યજનક ઘટના હતી, કારણ કે સામાન્યપણે આવા ઉપચાર માટે મહિનાઓનો સમય લાગતો હોય છે. જ્યાં બીજી ચિકિત્સાઓ કામયાબ નીવડી નથી ત્યાં NLP પદ્ધતિ દ્વારા ઘણા ઓછા સમયમાં મોટું પરિણામ મેળવી શકાયું છે. અને તે પ્રમાણસિદ્ધ પણ નીવડી છે.

અવાજ સંદેશાનો  મૂળભૂત આધાર NLP નો સિદ્ધાંત છે. NLP  એટલે  ન્યુરો લિન્ગવીસ્ટીક પ્રોગ્રામીંગ.  તે જ્ઞાનતંતુઓ નો  ભાષાને લગતો  પ્રોગ્રામ છે. કોઈ ચોક્કસ વિષય માટે આપણે જે ભાષા બોલીએ તેની રચનાને તે ઓળખી કાઢે છે, અને તે ભાષાને કોઈ સફળ વ્યક્તિએ વાપરેલા શબ્દોમાં રૂપાંતરિત કરી તેવો જ ફેરફાર આપણી સફળતાના હેતુ અર્થે આપણા અચેતન મનને સમજાવે છે. દાખલા તરીકે આપણે આપણો આત્મવિશ્વાસ દ્રઢ કરવા માગતા હોઈએ, પરંતુ આપણું તાર્કિક મન "આ હું નહી કરી શકું" કે "આ તો બહુ મુશ્કેલ છે" એવું માનતું  હોય ત્યારે કોઈ આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિનો આંતરિક અવાજ "હું જે ધારું તે કરી શકું" એમ કહેતો હોય તો તે વિધાનને  આપણે આપણા આંતરિક (અર્ધ જાગૃત) મન સુધી પહોંચાડીને આપણી માન્યતાને દૂર કરી શકીએ છીએ.

NLP પદ્ધતિ ઉપર આધારિત આવા સંદેશા આપણા તાર્કિક મગજની અંદર રહેલી નકારાત્મક માન્યતાઓને ભૂસી નાખે છે અને હકારાત્મક સૂચનાઓ મોકલવાનું શરૂ કરી દે છે.

અર્ધ જાગૃત મનના સંદેશા કોઈ કપટ-વિજ્ઞાન નથી, તે આધુનિક સમયમાં વ્યક્તિગત વિકાસ માટેની અસરકારક ચિકિત્સાઓમાંનું એક વિજ્ઞાન છે.

NLP અંતર્ગત આપણી માન્યતાઓ અને વિચારસરણીઓને બદલવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, પણ તેમાંનો સૌથી અસરકારક અને સીધોસાદો માર્ગ "હકારાત્મક વિધાનો" છે. અને અર્ધજાગૃત સંદેશાઓ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે.  

હકારાત્મક વિધાનો :  હકારાત્મક વિધાન એક એવું વાક્ય છે, જે ભારપૂર્વક કોઈ વસ્તુ સાચી છે એમ કહે છે. વારંવાર પુનરાવર્તન કરવાથી આ વિધાન આપણા મગજમાં સ્ટોર થઇ જાય છે. તે આપણી માન્યતાઓને બદલે છે તેમ જ આપણા વ્યક્તિત્વ અને વર્તનને પણ બદલવા માંડે છે. દાખલા તરીકે જો આપણે - "હું જે ઈચ્છું તે કરી શકું છું" એવા વિધાનને પુનરાવર્તિત કરતા જઈએ  તો એ વિધાનને આપણે સ્વીકારી લઈએ છીએ. તે આપણા વ્યક્તિત્વ ઉપર અસર કરશે અને આપણો આત્મવિશ્વાસ વધવા લાગશે.

એક વાર નક્કી કરેલા આવા વિધાનને સવારે ઉઠીને તરત તેમ જ રાત્રે સૂતાં પહેલાં નિયમિતપણે વારંવાર યાદ કરવું જોઈએ, કારણ કે તેનાથી આપણું ધ્યેય દિવસભર તાજું રહેશે અને રાત્રે આરામ દરમ્યાન પણ તેની અસર આપણા મગજ રહેશે.  આ એક ખૂબ સરળ અને અસરકારક પદ્ધતિ છે જે આપણા મગજમાં અદભૂત અને કાયમી ફેરફાર લાવી  શકે છે.

આપણે અચેતન મનને આપેલી સૂચનાઓ એક પ્રકારનાં સકારાત્મક વિધાનો જ છે, પરંતુ તમારે તેને વારંવાર બોલીને યાદ રાખવી પડે, તેનાથી બહેતર અમોએ એવી વ્યવસ્થા કરી છે જે અંતર્ગત તમને જરા પણ ખલેલ પહોંચાડ્યા વગર સીધેસીધી તમારા અર્ધચેતન મન સુધી તે પહોંચી શકે.

સાઉંડ સીડી / આલ્બમનો ફાયદો એ છે કે આપના સમયની બચત થાય છે.. તે સંદર્ભમાં આ પદ્ધતિ સુવિધાજનક છે. જ્યારે તમે તમારા દૈનિક કાર્યમાં રોકાયેલા હો ત્યારે પણ આ આલ્બમ / સીડીને સાંભળી શકો છો - કામકાજ, અભ્યાસ અને કસરતના  સમયે પણ. એટલું જ નહી, ઊંઘતી વખતે પણ સાંભળી શકાય છે.

તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા માટે અમારા તરફથી બહાર પડેલી અચેતન મન માટેની  CDs અને mp3s નો સંપૂર્ણ સેટ જોઈ લો

0 comments:

Post a Comment