Tuesday, 30 May 2017

માંનો ખોળો

માંનો ખોળો
ઓફીસની સામે પરસાળનાં પ્રથમ પગથિયે જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઉભી રહી ગઇ. છોડને પાણી પાતાં પાતાં પચાસેક્ની વયે પહોંચેલા શ્રવણે સહેજ ઉંચા થઇને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું.
તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઇવર પહેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો.
સૌ પહેલા હાઇ હીલ અને ઉંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને સુખ સાહ્યબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળીઅને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી.
શ્રવણ સામે જોઇને તેને હળવા ઇશારાથી કહ્યુ, ‘મારે અહીંના મુખ્ય સંચાલક મિ. શ્રવણ શ્રીધરને મળવું છે.’ ‘હાહું જ છું,… શ્રવણ શ્રીધરઆવો ઓફીસમાં…!!’ શ્રવણે પોતાનાં કપડાં પર ચોટેંલી માટી ઉખેડતા કહ્યું, શું લેશો…? ચા .. કોફીકે ઠંડુ.. !પાણી પછી શ્રવણે વિવેક કર્યો.
કંઇ નહી……થેંક્સ….’માંનો ખોળો’… તમારી સંસ્થાનું નામ અદ્ભૂત છે…’ તેને પોતાની વાત શરુ કરી. હાઅમે અહીં નિરાધારલાચારરોગીષ્ઠ અને જરુરિયામંદ માંના ઘડપણનો ટેકો બનવાનો પ્રયત્ન કરીએ છીએ…!’ શ્રવણે સૌજન્યતાપૂર્વક જવાબ વાળ્યો.
(પછી થોડીવાર શાંતી પથરાઇ ગઇ.)
આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ.?’ શ્રવણે તેની સામે જોઇને કહ્યું. પણ તે થોડીવાર ખમોશ રહી.
જો તમે અમને સમજી શકશો. મારુ નામ નિધી છે…. હું અહી મારી મધર ઇન લો ને મુકવા આવી છું…!’ અને ત્યારે જ તેના પર્સમાંથી મોબાઇલની રીંગ વાગી.
ખૂબ જ મોંઘા ફોન પર સાવ હળવેથી તેને આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની પરવા કર્યા વિના બોલી, ‘હાધ્રુવહું અહીં પહોંચી ગઇ છું.. તું ચિંતા ન કરીશમાંને સારુ છેઅહીં જગ્યા પણ ઘણી સારી છે.. બસ અમારી મીટીંગ પુરી થાય એટલે તને ફોન કરુ છું..અને તેને ફોન ક્ટ કરી દીધો.
(શ્રવણ હવે બધુ સમજી ચુક્યો હતો.)
આ રહ્યું ફોર્મતમે વિગત ભરી દેશોઆ ખોળો ખૂબ વિશાળ છે. ગરીબ.. કે અમીર બધાને અહીં આશરો મળશે.. ચિંતા ન કરશો.શ્રવણે માર્મિક ટકોર સાથે ફોર્મ તેની સામે ધર્યુ.
જુઓ. તમે સમજો છો તેમા થોડો ફર્ક છેઅમે ફેમિલીમાં હું, મારો હસબન્ડ ધ્રુવ અને મારી મધર ઇન લો. અમે ત્રણ જ વ્યક્તિ છીએ.. અમારે બન્નેને જોબ છેઅને બે વર્ષ માટે અમેરિકા જવાનું છેઅમે થોડા મહિનાઓમાં ત્યાં સેટ થઇશું પછી તેને પણ ત્યાં બોલાવી લઇશું. મારી મધર ઇન લો હાઇ કોર્ટમાં જજ રહી ચુક્યા છે.
બે વર્ષ પહેલા તેનું અચાનક બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવેલો ત્યારથી તે લકવાની હાલતમાં છે, તે બોલી નથી શકતી.. તેની એક પણ ક્રિયા પર તેનો કંટ્રોલ નથીએટલે અમે પરદેશમાં તેને શરુઆતમાં નહી સાચવી શકીએ….એક તરફ અમારું કેરીયરઅને બીજીતરફ…. માંજો કે ધ્રુવ તો તૈયાર નહોતોપણ મારે તેને ઘણો સમજાવવો પડયો.. અને તમારી સંસ્થા વિશે ખૂબ સર્ચ કરીને પછી જ અમે આ નિર્ણય પર આવ્યાં છીએ..! અને તમે પૈસાની સહેજપણ ચિંતા કરતા નહી…. માં માટે અમે દરેક કિંમત ચુકવી દાઇશું.!!’ નિધીએ પોતાની વાતની સાથે ફોર્મ ભરીને પણ આપી દીધું.
ધ્રુવ સરસ નામ છે’. મારી માંને પણ આ નામ ખૂબ પ્રિય હતું..!શ્રવણે ફોર્મ તપાસતા કહ્યું, જો કે શ્રવણ નામ પણ દરેક માંને ગમે તેવું જ છે. હોં..! નિધીએ પણ સામે ઉત્તર વળ્યો. હાશ્રવણખાલી નામ નહીઆ શ્રવણ જેવો દિકરો પણ બધી માં ને ગમે…!’ એક ખૂબ વૃધ્ધ દાદી ઓફીસમાં લાકડીના ટેકે ટેકે પ્રવેશ્યા.
શ્રવણ માજીને જોઇને તરત ખુરશી પર ઉભો થયો અને તેમની તરફ ચાલ્યો…’માંકેમ અત્યારે ઓફીસમાં.. તું આરામ કરને…!’ ‘ઓહ.. તો આ તમારા મમ્મી છે.. વાઉ.. સો ક્યુટમાં તમે ઘરડા ભલે હો પણ મજબુત લાગો છો…’ નિધીએ માંને પ્રણામ કર્યા.
સુખી રહે..!! આ તો શ્રવણ જેવા છોકરા હોયને તો રોજે રોજ પાશેર લોહી વધે હોં….’ માંએ પણ આશીર્વાદની સાથે શ્રવણના વખાણ કર્યા.
તમને આ માંનો ખોળો જેવી સંસ્થા શરુ કરવાની પ્રેરણા પણ માજીમાંથી જ મળી હશે, ખરુને..??’ નિધીએ માંની આંખોમાં આંખો પરોવીને કહ્યું.
(શ્રવણ અને માં બન્ને એક્મેક્ની સામે જોઇ રહ્યાં.)
એવામાં ડ્રાઇવર દોડતો દોડતો આવ્યો… ‘મેડમ.. માજીએ ગાડીમાં ઉલ્ટીઓ શરુ કરી છેશું કરું ?’
અરેહજુ તો કાલે જ કાર સર્વિસ કરાવી છે. તેમને જલ્દી બહાર લઇ આવ…..’ નિધીના શબ્દોથી શ્રવણને મર્સિડીઝ અને માં બન્નેમા કિંમતી શું છે તેનો અંદાજ આવી ગયો.
માં કેમ જાણે આજે અજબની સ્ફુર્તિથી તે ગાડી પાસે પહોંચી ગયા અને અંદર ઉલ્ટી કરી રહેલ સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો.
તે સ્ત્રીએ ફરીથી બે થી ત્રણ એક્દમ દુર્ગંધિત ઉલ્ટી માંના ખોળામાં કરી. માં તેના પીઠ પર હાથ ફેરવવા લાગી.
તેને થોડુ ઠીક થયું એટલે તેને પોતાની નજર ઉંચી કરી.
બન્નેની નજર મળતાં જ પચ્ચીસ વર્ષ પહેલાનો ઇતિહાસ ખડો થઇ ગયો.
આજથી પચીસ વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી. ત્યારે આ બન્ને સ્ત્રીઓ વચ્ચે એક સાસુ અને વહુનો સબંધ હતો.
જો કે આજે ઉલ્ટી કરવાવાળી અને સાફ કરનાર વ્યક્તિના સ્થાન બદલાઇ ગયા હતા.
પચ્ચીસ વર્ષ પહેલા શ્રવણની માં અતિશય બિમાર રહેતા. એક દિવસ શ્રવણની પત્ની સુરભીનાં ખોળામાં માંથી અચાનક જ ઉલ્ટી થઇ ગઇ હતી અને સુરભીએ તો રીતસરનું યુધ્ધ આરંભી દીધું હતું. જો સાંભળી લે. શ્રવણહું અહીં સાસરે આખી જિંદગી માંની સેવા કરવા આવી નથી. હું કંટાળી ગઇ છુંતારુ નામ જેને પણ રાખ્યું છે તે બરાબર જ છે
તારે બસ, માંની સેવા જ કરવાની. હું ત્રાસી ગઇ છુંઆ માત્ર આજની વાત નથીલગ્ન થયા છે ત્યારથી જતને આ ઘરમાં માં દેખાય છે…..હું તો આ ઘરમાં કેમ આવી છું તે જ નથી સમજાતું….!!! લગ્ન પછી સાત વર્ષમાં એકેય રાત ક્યાંય બહાર ફરવા નથી લઇ ગયાહોટલમાં જઇએ તોપહેલાં ઘરે માંની રસોઇ કરવાની અને પછી તેને જમાડીને જ જવાનુંઅરે મારી ઓફીસની એકેય પાર્ટીમાં તું આવ્યો છે ખરો…!! બસ મારી કારકીર્દી કાંઇ આમ વૈતરુ કરવામાં કાઢી નાખવાની નથી. તું જ નક્કી કરી લે તારે પત્ની જોઇએ કે માં….!’
જીવનના આ તબક્કે શ્રવણ જેવા દિકરાએ માંને પસંદ કરી હતી….
તે સમયની બાહોશ વકીલ સુરભી પતિ સામેનો કેસ જીતી ગઇ અને પોતાના દિકરા ધ્રુવને લઇને કાયમ માટે ચાલી ગઇ હતી.
જ્યારે શ્રવણે પણ પોતાની સઘળી સંપત્તિ વેચીને બધાથી દુર નાનક્ડો આશ્રમ કરીને માંની સેવામાં લાગી ગયેલો. જે આશ્રમને સૌ માં નો ખોળોતરીકે જ ઓળખતા.
જેમની ઉલ્ટીઓથી સુરભીને સુગ હતીતેમના ખોળામાં જ આજે પોતે ઉલ્ટીઓ કરી રહી હતી.
બેટા., સુરભી…!’ માંની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો.
તેની હાલત લકવાગ્રસ્ત હતી. તે બોલી શકતી નહોતી પણ તે ગાડીમાં જ માને વળગી પડી અને તેની બન્ને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો.. માં એ સાડીના ચોખ્ખા છેડેથી તેનું મોં બરાબર સાફ કર્યુ
નિધી તરત જ નજીક આવી અને બોલી, ‘અરે, માં…. તમારો ખોળો બગડી ગયો છે.. સોરીમારી માંને ખબર જ નથી પડતી કે….!! તમારા ખોળામાં ખૂબ વાસ આવે છે…..હું તમને પરફ્યુમ લગાવી દઉં…!!’
માં એ નિધીને રોકતા કહ્યુ…’જો દિકરા નિધીઆ માંનો ખોળો છેઅહીં તો દિકરા.. દિકરીવહુ કે કોઇપણની દુર્ગંધ મારતી ઉલ્ટી હોય કે ખુશીઓની કિલકિલારીબાળકોની ટપકતી લાળ હોય કે નાકની લીંટદિકરા- દિકરીનુ સુખ હોય કે દુ:ખસૌનું એકસરખું સ્થાન છે…!! માંનો ખોળો તો આ બધી સુગંધોથી ભરેલું રહે એ જ માને મન સૌથી મોંઘુ અને મનપસંદ પરફ્યુમ છે….! ’
અને માંએ પોતાની વહુને પોતાના ખોળામાં સમાવી લીધી.
શ્રવણ પણ દુરથી માંના વ્હાલસોયા ખોળાની ભવ્યતા જોઇને બંધ આંખે રડી ગયો.
સાગરથી પણ છે જેનો પટ પહોળો,

એવુ સ્થાન તો એક જ છે, ‘માંનો ખોળો…’

Related Posts:

  • Smart Phone and Life શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા … Read More
  • How To be Happy  During a class at Fresno Pacific University, a speaker asked one of the spouses in the audience: "Does your husband make you happy?" … Read More
  • Use of Mobile - મોબાઈલની માયાજાળ આજનો યુવાન બુઢ્ઢો છે. બુદ્ધિનો બુઠ્ઠો છે .. માનવામાં નથી આવતું :? સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના … Read More
  • Banking Cyber Security Seminar in Rajkot and Jamngar રાજકોટ અને જામનગરમાં સાયબર ક્રાઈમ અટકાવવા સેમિનાર યોજાયો February 7, 2017 | 10:56 pm IST રાજકોટ, જામનગર  રાજ્ય સરકારના સાયબર સુરક્ષા કવચ … Read More
  • Free Self Banking Training February 2017 તમામ નોંધાયેલ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક Self-Banking Training ની માહિતી આપવા બાબત.   નિ:શુલ્ક Self-Banking Training જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેર… Read More

0 comments:

Post a Comment