Friday 26 May 2017

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર

વ્યક્તિ જેવું વિચારે, અનુભવે અને માને તે પ્રમાણે તેનું મન શરીર અને સજોગો આકાર લેતા હોય છે. દરેક વ્યક્તિ સારું આરોગ્ય, સલામતી, માનસિક શાંતિ, દરેક પ્રકારના સુખ જન્ખતી હોય છે. પરંતુ બધી જ વ્યક્તિઓને આ બધું ઉપલબ્ધ થવાનું શક્ય નથી હોતું, તેનું કારણ આપણું મન છે. આપણા મન પાસે અદભૂત શક્તિઓ રહેલી છે.

મનના બે પ્રકાર છે. જાગ્રત મન અને અર્ધ જાગૃત મન. જાગૃત મન પાસે ૧૦% શક્તિ છે જયારે ૯૦% શક્તિ અર્ધ જાગૃત મન પાસે રહેલી છે. તેથી જો આપણે આ અર્ધ જાગૃત મનની ૯૦%શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખી લઈએ તો બધું જ આપણે મેળવી શકીએ.



જીવનમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે,પછી એ સમસ્યા આર્થિક શારીરિક માનસિક કે કોઈ પણ હોઈ શકે. જાગ્રત મનથી સમસ્યાનો હલ ન કરી શકવાથી તે સગાસંબંધીમા કોઈ સમર્થ વ્યક્તિ પાસે સલાહ લેવા દોડી જાય છે, કોઈ ગ્રહ નડતા હશે એવી શંકાથી કોઈ જ્યોતિષશાસ્ત્ર તરફ વળે. સમસ્યાનો ઉકેલ ક્યાય ન મળતા તે ભગવાનના શરણે જાય છે. આ ત્રણ સિવાય જે વેઈગ્નાનીક રીતે સચોટ રસ્તો છે અને એ છે તમારા અર્ધ જાગૃત મન પાસે જવાનોકારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે. તે તમને ક્યારેય નિરાશ નહી કરે. તેમાં આહવાન કરવાનું હોય છે. આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની તાકત છે. એ પછી ભોઉતિક વાતાવરણ હોય, માનસિક વાતાવરણ હોય કે બાયોલોજિક વાતાવરણ હોય.

આપણે જયારે અર્ધજાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહવાન આપીએ ત્યારે આત્મચેતના જગાડીએ છીએ. અર્ધ જાગ્રત મન વિશ્વચેતના [કોસ્મિક પાવર] પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. તેથી દુરથી રેકીઆપી શકાય છે, આ વાત માનવી થોડી મુશ્કેલ હોવાથી ઉદાહરણ આપી સમજાવું. પ્રથમ રામાયણમાં ડોકિયું કરીશું

વિજ્ઞાનના નિયમ મુજબ પાણીમાં પત્થર નાખીએ તો ડૂબી જાય. પણ રામાયણમાં હનુમાનની વાનર સેનાએ બધા પત્થર ઉપર રામનામ લખીને પાણીમાં ફેંક્યા તોતે તરવા લાગ્યા અને એક બીજા સાથે જોડાઈને સેતુબંધ બની ગયો. આ કમાલ વાંદરાઓના અર્ધજાગ્રત મનની શક્તિની . વાનરસેનાએ પોતાના અર્ધ જાગૃત મનની શક્તિથી આ શક્ય બનાવ્યું કારણ કે રામના નામ પર વિશ્વાસની શક્તિ વહેતી હતી. આ રામાયણમાં સેતુબંધનો જે ઉલ્લેખ છે તેનું પ્રમાણ N.A.S.A. એ ૨૦૦૧માં એના ફોટા આપ્યા છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાના તળિયા ઉપરથી આ સેતુના અવશેષોના ફોટા છાપ્યા છે. જુનાગઢના સંત નરસિંહ મહેતા એમના જીવનના બે કિસ્સા કુંવરબાઈનું મામેરું અને નરસિંહ મહેતાની હુંડી.નરસિંહ મહેતા એક ભલા ભોળા માણસ હતા, તેઓ ભગવાનને પોતાના બે કામ માટે મદદ કરવા માટે મજબુર કરી શક્યા. રામાયણનો હજી એક સરસ પ્રસંગશબરીનો. પ્રભુ શ્રીરામ પોતાને ઘેર જમવા પધારે એવી પ્રબળ ઈચ્છા હતી. તે [બર્નિંગ ડીઝાયર] તેના અર્ધ જાગૃત મનમાં જઇને એક ચુંબકીય ભાવાવરણ ઉત્પન્ન કરે છે. એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ્ તેમના ઘરે આવે છે અને તેની ઈચ્છા પૂરી થાય છે. જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધજાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેચી લાવે, તો શું આપણે આપણી આ શક્તિને ઓળખી લઈએ અનેં બરાબર એનો ઉપયોગ કરી શકીએ તો? તો ના જવાબમાં પ્રતીક્ષા, અને સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કોઈને કઈ મળતું નથી.

નિશ્ચિત સમય પહેલા આપણને કઈ મળવાનું નથી, તો શાંતિથી પ્રતીક્ષા શા માટે ન કરવી? ધીરજથી પ્રતીક્ષા તે જ કરી શકે છે જેને પોતાના અર્ધજાગૃત મનની શક્તિ પર પુરેપુરો વિશ્વાસ હોય. અર્ધજાગૃત મન એ ભગવાનનો જ અંશ છે તો તેની શક્તિ પર શંકા કરીને અધીરા શાને થવું?

આપણી ધ્યેય સિદ્ધિને ઝડપી બનાવવા છ ઉદ્દીપકો છે. ઉપવાસ, મોન, પ્રાર્થના,હકારાત્મક વિચારો, ધ્યાન, અલ્ફા મ્યુઝીકઆપણે જયારે ઉપવાસ કરીએ ત્યારે જઠર તથા આતરડાને કામ ઓછુ કરવું પડે છે. મન શાંત હોય તો આપણા મનના કીમતી સંદેશા આપણે સાંભળી શકીશું.એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી આત્મચેતનાને જગાડીએ છીએ. એટલે કે અર્ધજાગૃત મનને કાર્યશીલ કરીએ છીએ ત્યારે વિશ્વચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે. જ્યારે સમુહમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણા બધાની આત્મચેત્નામાંથી એક સમૂહ ચેતના ઉત્પન્ન થાય છે સમૂહ પ્રાર્થના વધારે ફાયદો આપે છે.

હકારાત્મક વિચારોનું જીવનમાં ખૂબ જરૂરી છે. ટૂંકમાં કહું તો તે તમારા જીવનની સફળતાની એ શુકન ચાવી છે.છલોછલ પ્રેમથી તમારા જીવનને ભરી દેશે.અલ્ફા મ્યુઝીક મનને કુદરતી રીતે શાંત કરે છે.

ચેતના શક્તિ શક્તિની જાગૃતિની ક્રિયા જે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેની ચાવી છે, તેને વિકસાવવા માટે રેકીએક અદભૂત મદદ રૂપ સાધના છે. જીવનમાં મોટા ભાગની વસ્તુઓ માટે અનુભવ જરૂરી છે. તેવી રીતે રેકીની કદર કરવા માટે તેનો અનુભવ લેવો જરૂરી છે. આ શક્તિ ગુહ્ય છે, જે બિલકુલ અમાપ ક્રિયાશીલ શક્તિ છે અને તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે,તે ગતિમાં રહે છે, અને બીજી બધી શક્તિઓ તેની આગળ કોઈ વિસાતમાં નથી. માટે તે સંપૂર્ણ છે રેકી ખરેખર એક ઘણું જ પુરાણું વિજ્ઞાન છે, જાપાનના ડોક્ટર મીકાઓ ઉસુઈ કે જેમણે આ શોધ પાછળ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ઉપચારની પરમ્પરાગત અને પ્રવર્તમાન પધ્ધતિઓની લાંબી યાત્રા ખેડ્યા પછી તેઓને એક પર્વત પર એકવીસ દિવસના અનુષ્ઠાન બાદ ઈશ્વરની કૃપામાંત્રથી રેકીનો પ્રાદુર્ભાવ થયો. રેકી સ્થૂળ શરીર, પ્રાણ શરીર અને માનસિક શરીર પર અસર કરે છે. બીના હાનીકારક અને ફાયદાકારક છે. આની દીક્ષા આપવાની પવિત્ર વિધિ એ કાર્ય ગુરુ કરે છે. તેથી શક્તિનો સંપર્ક પ્રાપ્ત થાય છે.

ન્યુ મેક્સિકોના જાણીતા સંશોધનકાર ડોક્ટર.બારા ફિશરેજીવન શક્તિ જાણવા માટેની કીર્લીયનફોટોગ્રાફીની આગવી કલા વિકસાવી છે. શક્તિ મોકલતા પહેલા પ્રકાશનો વિસ્તાર નાનો હતો જે શક્તિ મોકલ્યા પછી ઘણો જ વિસ્તાર પામેલો માલુમ પડ્યો.

રેકી ખૂબ જ સરળ છે અને કુદરતી પ્રક્રિયા કરેછે. હાથ મૂકતા તે વહે છે અને હાથ ઉઠાવી લેતા રેકી બંધ થાય છે. રેકી માસ્ટર તરફથી મળેલી શક્તિ તમારી પાસે આજીવન રહે છે.તમે રેકી છો, પ્રભુ મૂળ સ્ત્રોત છે. તમે પ્રભુ સાથે જોડાયલા છો. તમે દિવ્ય આત્મા છો, રેકી દિવ્ય છે. પ્રાચીન કાળના બધા તત્વજ્ઞાન અને મુખ્ય ધર્મોમાં પોતાની જાતને સમજવી, ઓળખવી એ ઈશ્વરને સમજવા બરાબર છેએવું શીખવવામાં આવતું. તમારામાં કૃતજ્ઞતાની ભાવના કેળવવા માટે અને તે માટે તમારી ચેતના શક્તિને જાગૃત રાખવા પ્રયત્નોની જરૂર છે. જયારે તમારી ચેતના શક્તિમાં સતત કૃતજ્ઞતાની ભાવના રહેશે ત્યારે તે જ {કૃતજ્ઞતા} ભરપૂરતા ને તમારા તરફ ખેચવાનું ચુંબકીય સાધન બની જશે. તમે જાતે જયારે રેકી લેશો, ત્યારે તે, તમારા અર્ધજાગૃત મનમાની જૂની ગ્રંથીઓ, જે તમારા આબાદીના માર્ગમાં અવરોધરૂપ છે, તેને દુર કરવામાં મદદરૂપ થશે. ચૈતન્ય સ્વરૂપની તરફ પ્રયાણ કરશો.

જીવનમાં જે સારું થાય તે પ્રભુ કૃપા અને કૈક આફતજનક બને તો દરેક સંજોગ તમને કૈક શીખવે છે.એવી વૃત્તિ રાખવી. સંજોગોના ગુલામ ન બનતા ઈશ્વરને શરણે જવું અને તમારી જાતને ચિંતાથી મુક્ત કરો.ગુસ્સો ન કરવો જે શરીરમાં રોગ પેદા કરે છે.આ શક્તિનો રચનાત્મક ઉપયોગ કરવાનું શીખી લઈને આપણે તેને શ્રેષ્ઠ લાભકારક શક્તિમાં ફેરવી શકીએ તેથી ગુસ્સો ન કરતા કૃતજ્ઞતાની ભાવનામાં રહેવું. રેકીનું વરદાન મેળવ્યા પછી સાધકનું ઉચ્ચ અધ્યાત્મિક સ્તરમાં છલાંગ લાગે છે. સ્વસારવાર દ્વારા સાધકને આ અંગે વધુ પ્રશિક્ષણ મળે છે.થોડું કાવ્યમાં

મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ જૈનોનું એ પર્વ છે મોટું

બિન શરતી દઈ ક્ષમા, ભરી લો પ્રેમનું ભાથું છે મોટું

એનાથી ના હથિયાર મોટું, તો વન વન શાને ભટકવું?

તું જ તારો ભાગ્ય વિધાતા બનો, અટલ શ્રધ્ધા ને વિશ્વાસ પ્રભુ તણો

પૃથ્વી પર જન્મ્યું એક સ્થૂલ શરીર,

તેને જાગૃત રાખવા દીધું ચેઈત્ન્ય રુપી એક જાગૃત મનશરીર

જાગૃતિમાં જ તે કામ કરે તે પણ ૧૦%,

બીજો જોડિયા ભાઈ સમો અર્ધ જાગ્રતમન કરે કામ ૯૦%

અર્ધજાગ્રત મનને લઈએ જો આપણા પક્ષમાં,

સમજીને, વિચારીને તે લઈએ જો વર્તનમાં,

તો પામીએ ચેતન્ય સ્વરૂપને પૂર્ણપણે વર્તમાનમાં

એક કેડી રેકી’ “ટચ એન્ડ હિલશ્રધ્ધા તણી મીકાઉ ઉસુઈને લઈ જાય પર્વત ભણી

એકવીસ દિવસના કરી અનુષ્ઠાન, પામે રેકીશક્તિનું અદભૂત જ્ઞાન

વિશ્વમાં આંતરિક સારવાર, સૃષ્ટિ સાથે એકાત્મ, પરમ સાથે આત્મસાત,

અધ્યાત્મ પંથે કરે સહાય, સૌન્દર્ય અને સાદગી રેકીએક ઉપચાર

ત્રણ મીનીટની સારવારમાં, કઈ સર્જે અદભૂત ચમત્કાર?

હાઉ, વાઉ ને ઓ? માય ગોડ?

સરી પડે દર્દીના મુખમાંથી એવા બોલ,

જોડાઈ ગયો પ્રભુને કૉલ?

એ જ છે ચેઇતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર

હું રેકી માસ્ટરછું અને હિલીંગ પણ કરું છું. ને કૈક અંશે સફળતા મળી છે. ને દર્દીને ક્યારેક ચમત્કાર જેવું લાગે છે. ડોક્ટરને પણ આમાં શ્રધ્ધા હોવાથી મારી પાસે રેકી માંગે છે. અહીની હોસ્પીટલમાં રેકીની સારવાર આપવામાં આવેછે. જેને રેકી શીખવી હોય તોહુ શીખવું છું. આના ચમત્કાર ઘણા છે.એથી થોભી જવું નથી. પ્રભુની કૃપા હશે તો……

પદમાં-કાન


તા.ક.પ્રજ્ઞાબેન, વિજયભાઈ આ વિષય બહુ જ સરસ પસંદ કર્યો છે. મનન અને ચિંતન કરતો મૂકી દે છે. ખૂબ જ સરસ. બરાબર સમજાવી શકી ન હોઉં તો ક્ષમા માગું છું.

0 comments:

Post a Comment