Friday 27 November 2015

Minimum Requirements for New School Application

Minimum Requirements for New School Application 
નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની અરજી માટેની આવશ્યક જરૂરિયાતો અને અરજી સાથે જોડવાના આવશ્યક આધારોની વિગતો
નિયમો અને શરતો આવશ્યક જરૂરિયાતો
1. નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની દરખાસ્ત કરનાર સંચાલક મંડળ તેમની શાળા શહેરી વિસ્તારમાં(નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તામંડળ, વિસ્તાર વિકાસ સત્તામંડળ, નોટીફાઈડ એરીયા વિગેરેમાં) શરૂ કરવા માંગતા હોય તો શાળાના મકાનના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમતગમતના મેદાન માટે પોતાની માલિકીની અથવા કાયદાનુસાર ભાડે રાખેલી ઓછામાં ઓછી ૧૨૦૦ ચો.મીટરજગા ખુલ્લી હોવી જોઈશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર(ગ્રામ પંચાયત, નગર પંચાયત વિગેરે) માટે શાળાના મકાનના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમતગમતના મેદાન માટે ઓછામાં ઓછી૨૦૦૦ ચો.મીટર જમીન ખુલ્લી હોવી જોઈએ. ભાડાની જમીન માટે ઓછામાં ઓછો ૧૦ વર્ષનો ભાડા કરાર હોવો જોઈશે તેમજ ભાડા કરારની મુદ્દત પૂરી થયા પહેલા શાળા મંડળે વાજબી અંતરે નવા મેદાનની વ્યવસ્થા કરવાની રહેશે અથવા તે ભાડા કરાર રીવાઈઝ કરવાનો રહેશે.
ઉપર દર્શાવેલ રમતગમતના મેદાન માટેની લઘુતમ જરૂરિયાત જેટલી જગા ધરાવનાર શાળા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી. પરંતુ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વધારાના દરેક વિદ્યાર્થી દીઠ ચો.મીટર જગા રમતગમતના મેદાન માટે વધારાની ઉપલબ્ધ કરવી જોઈશે.
2. શાળા-મકાનનું બાંધકામ થયેલ છે તે તમામ જમીન અને શાળાના મેદાન માટે દર્શાવેલ જમીન જે હેતુ માટે મકાનનો ઉપયોગ કરવાનો છે તે હેતુ માટે "બિન-ખેતી" થયેલ હોવી જોઈએ. શાળાનાં મકાન અને મેદાન માટે દર્શાવેલ જમીનમાં કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ કે કોર્ટ કેસ થયેલ હોવો જોઈએ નહિ.
3. નવી માધ્યમિક શાળા શરૂ કરવા માટે અરજી કરતા હો તો શાળા મકાનમાં ઓછામાં ઓછા ૪૦૦ ચોરસ ફૂટ(૩૮ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા વર્ગખંડો, પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ અને ૨૫૦ ચોરસ ફૂટ(૨૩ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા આચાર્યખંડ અને સ્ટાફરૂમ ધરાવતી હોવી જોઈશે.
નવી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે અરજી કરતા હો તો શાળા મકાનમાં ઓછામાં ઓછા ૪૦૦ ચોરસ ફૂટ(૩૮ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રવાહ માટે ૬૦૦ ચોરસ ફૂટ(૫૬ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા પ્રયોગશાળાખંડ, અને ૨૫૦ ચોરસ ફૂટ(૨૩ ચોરસ મીટર) ક્ષેત્રફળવાળા આચાર્યખંડ અને સ્ટાફરૂમ ધરાવતી હોવી જોઈશે.
4. અરજદાર સંચાલક મંડળ/ સંસ્થા જો ગ્રામ્ય વિસ્તારમાં શાળા શરૂ કરવા માંગતી હોય તો સંસ્થા પાસે ઓછામાં ઓછું રૂ.૨૦૦૦૦૦/-(અંકે રૂ. બે લાખ પૂરા)નું બેંક બેલેન્સ હોવું જોઈએ. અરજદાર સંસ્થા જો શહેરી વિસ્તારમાં શાળા શરૂ કરવા માંગતી હોય તો સંસ્થા પાસે ઓછામાં ઓછું રૂ.૩૦૦૦૦૦/-(અંકે રૂ. ત્રણ લાખ પૂરા)નું બેંક બેલેન્સ હોવું જોઈએ.
5. શાળામાં કુમારો માટે ઓછામાં ઓછી (બે) મુતરડી, કન્યાઓ માટે ઓછામાં ઓછી (બે) મુતરડી અને ઓછામાં ઓછા (બે) સંડાસની વ્યવસ્થા કરેલ હોવી જોઈએ. પીવાના પાણી માટે પાણીનો બોર/ પીવાના પાણીના નળની વ્યવસ્થા કરેલ હોવી જોઈએ. વોટરરૂમમાં ઓછામાં ઓછા (પાંચ) નળ પીવાના પાણી માટે રાખેલ હોવા જોઈએ.
6. શાળામાં આગ સામે સલામતી માટે યોગ્ય પ્રકારનાં, યોગ્ય કદનાં (બે) અગ્નિશામક ઉપકરણો યોગ્ય સ્થળે લગાવેલા હોવા જોઈશે.(આગ સામે સલામતી માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.)
7. શાળાનું મકાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે નકશાઓ મંજૂર કરાવેલ હોવા જોઈએ તેમજ સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ મકાન વપરાશનું પ્રમાણપત્ર(બી.યુ.પી) હોવું જોઈએ. મકાનનો નકશો અને બી.યુ.પી. મંજૂર કરવાના સ્પષ્ટ નિયમો અમલમાં હોય તેવા વિસ્તારમાં(ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં) શાળાનું મકાન દરેક દૃષ્ટિએ સલામત અને સુરક્ષિત છે અને શાળાનું મકાન માળખાકીય(સ્ટ્રક્ચરલ) પાસાની દૃષ્ટિએ સલામત છે તેની ખાતરી કરવા તે " નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયા"માં સમાવિષ્ટ સલામતીના ધોરણો પ્રમાણે બાંધવામાં આવેલ છે, તે અંગે નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયર(લાયસન્સ ધરાવતા) પાસેથી અથવા હકુમત ધરાવતા માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયર પાસેથી મેળવીને તે રજૂ કરવાનું રહેશે.(નિયત નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો)
8. શાળાનું મકાન શોપિંગ સેન્ટરમાં આવેલ હોવું જોઈએ નહિ તેમજ શોપિંગ સેન્ટર સાથે અન્ય કોઈ રીતે જોડાયેલ હોવું જોઈએ નહિ.
9. શાળા મકાન અને મેદાન વિદ્યાર્થીઓની સલામતીને હાની પહોંચવાની શક્યતા હોય તેવા પ્રકારની ગેસ/ઓઈલ પાઈપલાઈન/ વિદ્યુત લાઈન(હાઈ ટેન્શન લાઈન)થી સલામત અંતરે આવેલ હોવું જોઈએ.
આવશ્યક આધારો
નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની ઓનલાઈન અરજીના સૌથી છેલ્લા વિભાગમાં/ તબક્કામાં નીચે જણાવ્યા મુજબના આધારો ફરજિયાતપણે જોડવાના રહેશે.
1. જો કોઈ સંચાલક મંડળ અરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતું હોય તો, તેઓએ ચેરિટી કમિશ્નરની કચેરીમાં નોંધાયેલ સંચાલક મંડળની નોંધણી અંગેનું પ્રમાણપત્ર, સંચાલક મંડળના ટ્રસ્ટ ડીડની નકલ, P.T.R.ની છેલ્લી નકલ તેમજ સંચાલક મંડળ દ્વારા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે તેઓની બેઠકમાં જે ઠરાવ કરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે.
2. જો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતી હોય તો, તેઓએ તેમના દ્વારા શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે, તેઓની બેઠકમાં જે ઠરાવ કરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે.
3. જો કોઈ જાહેર એકમ તેમજ અન્ય કોઈ સંસ્થા અરજદાર તરીકે નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની અરજી કરતી હોય તો, તેઓએ તે જાહેર એકમ અથવા સંસ્થાના બંધારણની સ્વયંપ્રમાણિત નકલ અને તે જાહેર એકમ અથવા સંસ્થાની બેઠકમાં જે ઠરાવ કરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે.
4. અરજદાર દ્વારા બોર્ડ સાથે પત્રવ્યવહાર કરવા માટે તેઓના ઠરાવથી જે વ્યકિતની અધિકૃત રીતે નિમણૂંક કરવામાં આવેલ હોય તે ઠરાવની સ્વયંપ્રમાણિત નકલ
5. અરજદારની આર્થિક સધ્ધરતા માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં અરજદારના ખાતામાં હાલ જમા રકમના અદ્યતન સર્ટીફીકેર/ એકાઉન્ટ સ્ટેટમેન્ટની સ્વયંપ્રમાણિત નકલ
6. સૂચિત શાળા મકાનની જમીન બીનખેતી હોવાના આધાર તરીકે શાળા મકાનની જમીનના બિનખેતીના હુકમની, /૧૨ની અને -અની સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિત શાળા મકાનની જમીન ગામતળની હોય અથવા શહેરી વિકાસ સત્તામંડળ/ વિસ્તાર વિકાસ સત્તામંડળ/ નગરપાલિકા/ મહાનગરપાલિકા પાસેથી મેળવવામાં આવેલ હોય અને પહેલેથી બિનખેતી થયેલ હોય તો સંબંધિત સક્ષમ સત્તાધિકારી પાસેથી તે જમીન બિનખેતી થયેલ છે તેના આધારની સ્વયંપ્રમાણિત નકલ
7. સૂચિત શાળાનું મેદાન શાળામાં હોય અને શાળાથી દૂર અન્ય સ્થળે હોય તો મેદાનની જમીન બીનખેતી હોવાના આધાર તરીકે મેદાનની જમીનના બિનખેતીના હુકમની, /૧૨ની અને -અની સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિત શાળાના મેદાનની જમીન ગામતળની હોય અથવા શહેરી વિકાસ સત્તામંડળ/ વિસ્તાર વિકાસ સત્તામંડળ/ નગરપાલિકા/ મહાનગરપાલિકા પાસેથી મેળવવામાં આવેલ હોય અને પહેલેથી બિનખેતી થયેલ હોય તો સંબંધિત સક્ષમ સત્તાધિકારી પાસેથી તે જમીન બિનખેતી થયેલ છે તેના આધારની સ્વયંપ્રમાણિત નકલ
8. જો સૂચિત શાળા મકાનની જમીન અને મકાન અરજદારનું પોતાનું હોય તો તેની માલિકીના આધારોની સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિત શાળાનું મકાન ભાડાનું હોય તો તેના માલિક સાથે ૧૦ વર્ષથી ઓછી હોય તેટલી મુદ્દતના નોટરાઈઝ ભાડા કરારની સ્વયંપ્રમાણિત નકલ
9. જો સૂચિત શાળા મકાનના મેદાનની જમીન અરજદારની પોતાનું હોય તો તેની માલિકીના આધારોની સ્વયંપ્રમાણિત નકલ. જો સૂચિત શાળાના મેદાનની જમીન ભાડાની હોય તો તેના માલિક સાથે ૧૦ વર્ષથી ઓછી હોય તેટલી મુદ્દતના નોટરાઈઝડ ભાડા કરારની સ્વયંપ્રમાણિત નકલ
10. સૂચિત શાળાના મકાનની સક્ષમ સત્તાધિકારીએ મંજૂર કરેલ નકશાની સ્વયંપ્રમાણિત નકલ

11. સરકાર દ્વારા માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરે અથવા હકુમત ધરાવતા માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયરે શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલેટી માટે આપેલાં અસલ પ્રમાણપત્રની નકલ - જુઓ આવશ્યક જરૂરિયાતોના અનુક્રમ નંબર- (પ્રમાણપત્રનો નમૂનો વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી, તે મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવું. નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.)
12. સૂચિત શાળાના મકાનના વપરાશ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલાં વપરાશ પ્રમાણપત્રની સ્વયંપ્રમાણિત નકલ
13. શાળાની આગળની બાજુ, પાછળની બાજુ, ડાબી બાજુ, જમણી બાજુનો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફ
14. શાળાના આખા મકાનને આવરી લેતો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફ- શાળાના મેદાનનો તાજેતરમાં લેવામાં આવેલ ફોટોગ્રાફ
16. દરખાસ્ત સાથે આપવામાં આવેલ નમૂના મુજબના નોટરાઈઝ કરેલ અસલ એફિડેવિટ/ સોગંદનામાની નકલ(સ્ટેમ્પ પેપર પર) (સોગંદનામાનો નમૂનો વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી, તે મુજબનું સોગંદનામુ રજૂ કરવું.નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.)
17. જો સંચાલક મંડળ/સંસ્થા નવી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માંગતુ હોય અને તે પોતાની માધ્યમિક શાળા ધરાવતું હોય તો તે માધ્યમિક શાળાની નોંધણી અંગેના પત્રની સ્વયંપ્રમાણિત નકલ.



0 comments:

Post a Comment