How To Establish New School in Gujarat
નવી શાળા શરૂ કરવા માટેની આવશ્યિક સૂચનાઓ
|
||
સૂચિત શાળા મકાનનો નકશોઃ- ગ્રામ્ય વિસ્તારની શાળા માટે નકશો તલાટી પાસે અથવા યોગ્ય સત્તા ધિકારીશ્રી પસે મંજૂર કરાવેલ હોવો જોઈએ. નગરપાલિકા વિસ્તારની શાળા માટે નકશો ચીફ ઓફિસર અથવા યોગ્યશ સત્તાહધિકારીશ્રી પાસે મંજૂર કરાવેલ હોવો જોઈએ. મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે નકશો જે તે વિસ્તારની કચેરીના સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવેલ હોવો જોઈએ.
|
||
સૂચિત શાળાના મકાન વપરાશનું પ્રમાણપત્ર (B.U.P.):- ગ્રામ્ય વિસ્તારની શાળા માટે મકાન વપરાશનું પ્રમાણપત્ર તલાટી પાસેથી અથવા યોગ્ય સત્તામધિકારીશ્રી પાસેથી મેળવેલ હોવું જોઈએ. નગરપાલિકા વિસ્તારની શાળા માટે મકાન વપરાશનું પ્રમાણપત્ર ચીફ ઓફિસર પાસેથી અથવા યોગ્યન સત્તામધિકારીશ્રી પાસેથી મેળવેલ હોવું જોઈએ. મહાનગર પાલિકા વિસ્તારની શાળા માટે મકાન વપરાશનું પ્રમાણપત્ર જે તે વિસ્તારની કચેરીના સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલ હોવું જોઈએ. મકાન વપરાશના પ્રમાણપત્રની જગ્યાએ “બાંધકામ પરવાનગી”અથવા “વિકાસ પરવાનગી” માટે આપવામાં આવેલ મંજૂરી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
|
||
શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલેટી માટેનું પ્રમાણપત્ર માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયર પાસેથી અથવા હકુમત ધરાવતા માર્ગ અને મકાન વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયર પાસેથી મેળવેલ હોવું જોઈએ.
|
||
નવી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની દરખાસ્ત કરનાર સંચાલક મંડળ તેમની શાળા શહેરી વિસ્તારમાં શરૂ કરવા માંગતા હોય તો શાળાના મકાનના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમતગમતના મેદાન માટે પોતાની માલિકીની અથવા કાયદાનુસાર ભાડે રાખેલી ઓછામાં ઓછી ૧૨૦૦ ચો.મીટર જગા ખુલ્લી હોવી જોઈશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે શાળાના મકાનના બાંધકામ માટે જરૂરી જમીન બાદ કરીને રમતગમતના મેદાન માટે ઓછામાં ઓછી ૨૦૦૦ ચો.મીટર જમીન ખુલ્લી હોવી જોઈએ. ભાડાની જમીન માટે ઓછામાં ઓછો ૧૦ વર્ષનો ભાડા કરાર હોવો જોઈશે
|
||
શાળા-મકાનનું બાંધકામ થયેલ છે તે તમામ જમીન અને શાળાના મેદાન માટે દર્શાવેલ જમીન જે હેતુ માટે મકાનનો ઉપયોગ કરવાનો છે તે હેતુ માટે "બિન-ખેતી" થયેલ હોવી જોઈએ. શાળાનાં મકાન અને મેદાન માટે દર્શાવેલ જમીનમાં કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ કે કોર્ટ કેસ થયેલ હોવો જોઈએ નહિ.
|
||
શાળા મકાનના આગળની બાજુનો ફોટો મકાનની પછળની બાજુનો ફોટો, મકાનની ડાબી બાજુનો ફોટો, મકાનની જમણી બાજુનો ફોટો તથા શાળાના આખા મકાનને આવરી લેતો મેઇન ગેટ કમ્પાીઉન્ડી વોલ સાથેના ફોટા તાજેતરના હોવા જોઇશે.
|
||
શાળામાં કુમારો માટે ઓછામાં ઓછી ૨(બે) મુતરડી, અને ઓછામાં ઓછા ૨ (બે) સંડાસ તથા કન્યાઓ માટે ઓછામાં ઓછી ૨(બે) મુતરડી અને ઓછામાં ઓછા ૨(બે) સંડાસની વ્યવસ્થા કરેલ હોવી જોઈશે. પીવાના પાણી માટે પાણીનો બોર/ પીવાના પાણીના નળની વ્યવસ્થા કરેલ હોવી જોઈશે. વોટરરૂમમાં ઓછામાં ઓછા ૫(પાંચ) નળ પીવાના પાણી માટે રાખેલ હોવા જોઈશે.
|
Education
Department – Government of Gujarat
Gujarat
Secondary and Higher Secondary Education Board
0 comments:
Post a Comment