Monday, 31 July 2017

Daughter

દિકરી...

નાની હતી ત્યારથી જ એની આદત હતી કે જન્મદિવસ આવવાના ચાર પાંચ દિવસ પહેલાં થી જ પોતાના બાપને પૂછ્યા કરતી..

પાપા મારા માટે બથઁડેની ગિફ્ટ લઈ લીધી ?

બાપ પણ મરક મરક હસતો અને ના કહેવા માટે ખાલી માથું જ હલાવતો.. ત્યારે દિકરી પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મોઢું ચઢાવી દેતી.

પણ જ્યારે જન્મદિવસે સરસ મજ્જા ની સરપ્રાઈઝ ગિફ્ટ મળતી ત્યારે અત્યંત ખુશ થઇ જતી અને બાપની કોટે વળગી પડતી.


આ વખતે તે એના સાસરે હતી.

આજે એનો જન્મદિવસ હતો અને બાપ પણ જન્મદિવસની અતિ સુંદર ગિફ્ટ લઈને સીધો એની સાસરીના ઘરે જ પંહોચી ગયો.

દિકરીને સરપ્રાઇઝ ગિફ્ટ  આપવી છે એ લાલચમાં દબાયેલા પગલે ઘરમાં પ્રવેશ તો કર્યો પણ ઘરના અંદરના ઓરડામાંથી દિકરીના રડવાનો અને એના પતિ અને સાસુનો લડવાનો અવાજ સંભળાયો.

ભારે હ્દય સાથે બાપ તુરંત પાછો વળ્યો અને સોસાયટીની બહાર આવીને ફોન કરી એના જન્મદિવસે સાસરે આવવાની ઈચ્છા વ્યક્ત કરી, તો એણે જણાવ્યું...

પાપા... આજે ના આવતા.. અમે સૌ પરિવાર ડિનર કરવા હોટલમાં આવ્યા છીએ, આજે મારી બથઁ ડે છે ને !

સાવ નાજુક પણ જીદ્દી દેખાતી આ દિકરીઓ સમયની સાથે પોતાની જાતને પણ કેવી બદલી નાંખે છે !!

પોતાના હાથથી જ મોટી કરવાવાળા મા-બાપની કલ્પના કરતાં પણ વધારે !!!

ધન્ય છે સમાજની એ સૌ દિકરીઓને....



મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે 'સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો." મેં પૂછ્યું, "પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?" મને કહે, "દીકરી કહે છે કે એને નાના શહેર કે ગામડામાં નથી જવું ત્યાં ના ફાવે" 

આ દીકરીનો જન્મ ગામડામાં જ થયો છે અને એણે 21 વર્ષ ગામડામાં જ કાઢ્યા છે. અત્યારે પણ ગામડામાં જ રહે છે અને જ્યાં ચોરી કરીને પાસ થવાય એવી કોલેજમાંથી એણે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણથી ગામડામાં જ ઉછરેલી  આ દીકરીને હવે મેગાસીટીમાં જ જવું છે બોલો !

આ ખાલી એક દીકરીની નહિ અપવાદોને બાદ કરતા મોટા ભાગની દીકરીઓની ઈચ્છા છે. કોઈને ગામડું ગમતું જ નથી તો ગામડાને શું ગોળીએ દેવા ? શહેરમાં ભલે 50 વારની નાની ઘોલકીમાં રહેવું પડે તે મંજૂર છે પણ  ગામડાના 500 વારના ફળિયાવાળા મકાનમાં તો નથી જ રહેવું. 

દીકરીઓની સાથે સાથે એના માં-બાપને પણ ગામડામાં દીકરી દેવાની બિલકુલ ઈચ્છા નથી. આમાં ગામડા પડી ના ભાંગે તો બીજું શું થાય ? શહેરમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે એ બધી જ સુવિધાઓ આજે ગામડામાં પણ મળે છે આમ છતાં ગામડા પ્રત્યે સુગ કેમ છે એ જ નથી સમજાતું ? હું અગાઉ લખી ચૂક્યો છું કે હું ગુજરાત સરકારનો અધિકારી હોવા છતાં શરૂઆતના વર્ષોમાં ગામડે રહીને અપડાઉન કરતો અને પોસ્ટગ્રેજ્યુએટ થયેલી મારી ધર્મપત્ની પણ ગામડે જ રહેતી. 

બીજી એક બાબત એ પણ જોવા મળે છે કે દીકરી માટે મુરતિયો પસંદ કરતી વખતે છોકરાના સંસ્કાર જોવાના બદલે સંપત્તિ જોવામાં આવે છે. છોકરા પાસે બંગલો, ગાડી અને વાડી હોય એટલે પછી એ દારૂ પીતો હોય તો પણ વાંધો નથી અને જો સંપત્તિ વગરનો સારામાં સારો સંસ્કારી છોકરો હોય તો એની સામે વાંધો છે. સંપત્તિ જોવે એની સામે ના નથી પણ આપણા એવા તે કેવા માપદંડ જે સંપત્તિના આધારે જ દીકરીના સાસરિયાનું સુખ નક્કી કરે ?

મેં એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં સંપત્તિ જોઈને દીકરી દીધી હોય અને પછી પાછળથી છોકરીની હાલત સોનાના પાંજરામાં પુરાયેલી મેના જેવી થઇ ગઈ હોય. 

માં-બાપ અને દીકરી બંનેએ સમજવાની જરૂર છે કે સુખ માત્ર શહેરમાં નહિ ગામડામાં પણ છે અને સંપત્તિને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતાવાળો છોકરો તમારી દીકરીને વધુ સુખી કરી શકશે.


Related Posts:

  • Contribution of Teachers towards Country Contribution of Teachers towards Country Dear Indians! As a responsible citizen, teacher and constant learner, I know the importance of… Read More
  • Tushar Sumeraઆજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે. ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું. જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરી… Read More
  • Fun with English I Book - Dr. Yogesh Ramani FUN with ENGLISH - I Knowledge Based English Language Learning Dr. Yogesh Ramani MA (ELT), CTE, M.Phil., B.Ed., Ph.D. Trustee GYAN Education… Read More
  • Mid Brain Activation Training Mid Brain Activation is a multi-level course designed to enhance child’s mental acuity. The… Read More
  • My Pictionary Book - Dr. Yogesh Ramani My Pictionary 5000 Essential Picture Words Book Prof. (Dr.) Yogesh Ramani MA (ELT), CTE, M.Phil., B.Ed., Ph.D. Assistant Professor Sarvopa… Read More

0 comments:

Post a Comment