Monday 8 February 2016

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર – સાળંગપુર

સાળંગપુર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરસાળંગપુરજીવમાત્રનાં દુખ ટાળવા અવર્યા શ્રી કષ્ટભંજનદેવ

પરમકૃપા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સ્વદામ પધાર્યા બાદ અનાદિમૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય .ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં બોટાદ ગામે આવ્યાં. સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં: સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.

ભક્તોની મનોવ્યથા જાણી ગયેલા આર્ષદ્રષ્ટા સ્વામીશ્રીએ જવાબ વાળતા કહ્યું કે, તમારું આર્થિક દુ: ટાળવા અમે આપને એવા તો દેવ આપીશું જે આપનું તથા સર્વ કોઈનું સર્વ પ્રકારે ભલું કરશે અને સદાય માટે તમને સદાય સંત સમાગમ રહેશે. સ્વામીજીએ અનંત જીવોના દુ: દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા (શીલા) પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.

કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મીર્તિ બનાવરાવી. તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.

 પ્રગટ સામર્થ્યથી ધ્રુજી શ્રી હનુમાનજીની મૂર્તિ

આરતી સમયે .ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે શ્રી રામદૂત હનુમાનજી મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હસવા લાગ્યાં.

સ્વામીશ્રીએ હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલા હરકોઈ મનુષ્યોનાં દુખ દૂર કરજો. મૂઠ-ચોટ-ડાકણ-શાકણ-મલીન- મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડિતોને સર્વ પ્રકારે મુક્ત કરીએ સર્વનો ઉદ્ધાર કરજો. મૂર્તિ ત્યાં સુધી ધ્રુજતી હતીભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી! બાજુમાં ગાઢપુરપતિ શ્રી ગોપાનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યાર બાદ સ્વામીજીની વિનંતીથી મૂર્તિ ધ્રુજતી અટકી. આજે પણ હનુમાનજીદાદા તેમના આંગણે આવનારા હર કોઈ પીડિત પર એકસમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.

સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના મંદિરમાં નિત્ય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો સમયે હનુમાનજી દાદા આગળ રજુ કરવાથી દુખી જીવોને પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠપૂજા દ્વારા સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર થાય છે.

કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ માને તો .ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડજળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.

દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યોની વાચા આપીને યથાયોગ્ય મુક્તિ આપે છે. દાદાના શરણે આવનાર હરકોઈ જીવ સદગતિ પામે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિથી છુટકારી મેળવે છે. મંદિરમાં શ્રીજીની પ્રસાદીનું ગાંડુ-પલંગ-બાજોટ છે જેની નીચે વળગાડવાળાને બેસાડવાથી ભૂત-પ્રેત બળે છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જવા માટે તત્પર થઈ જાય છે. મંદિરના ગંગાજળિયા કૂવાનાં જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું તેમજ જળપાન કર્યું હતું.

કુવામાંના જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંના નારાયણકુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો-ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય-પશુ-પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂતપ્રેતને નારાયણકુંડના ખારામાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેની સદગતિ થાય છે.

વર્ષે 2 કરોડથી પણ વધુ દર્શાનાર્થીઓ!

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ) હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે.

શ્રી કષ્ટભંજનદેવ મંદિરનો દિવસ સવારે સાડા પાંચે મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ સાડા છથી સાત બાળભોગ, સાડા દસથી અગિયાર રાજભોગ થાય છે. બપોરે 12થી 3 દર્શન બંધ રહે છે. સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગ્યે શયન થાય છે. પવિત્ર ધામનું સંચાલન વડતાલ-સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે. મંદિરના કોઠારીસ્વામીની નિમણૂક બોર્ડે કરી છે.

હાલમાં મંદિરના કોઠોરી સ્વામી તરીકે શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશસ્વામી કાર્યરત છે. મંદિરના સંચાલનમાં ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામદાસજી તથા સ્વામીશ્રી વલ્લભદાસજી, શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી, સ્વામી માધવપ્રસાદદાસજી, સ્વામી ધર્મપ્રસાદાસજી, પૂજ્ય બાલસ્વરુપદાસજી સ્વામી, રમેશ ભગત જેવા સંતો પાર્ષદો અને કર્મચારીઓ પણ કાર્યરત છે.

શ્રી કષ્ટભંજનદેવ મંદિર સર્વ સુખોનું ધામ

દુનિયાની તમામ વ્યક્તિઓ સુખી રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના, પરંતુ કર્મવશાત્ કોઈ દુખ આવી પડે તો ભૂવા-તાંત્રિક, શુદ્ધ દેવ-દેવીના ચરણોમાં જશો અને સર્વ સુખોના ધામ સમા શ્રી કષ્ટભંજન દેવના શરણે પધારજો. દાદા સર્વપ્રકારે તમને સુખિયા કરશે.

શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી


0 comments:

Post a Comment